ડાંગ જિલ્લા ના સુબીર તાલુકામાં પીપલદહાડથી ભોંડવિહિર જતા માર્ગ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ધડાકા ભેર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી. આહવા તાલુકાના ઘૂબીટા ગામનો વિક્રમ રામુ ભોયે પોતાનું બાઇક સ્પેલેંડર (Gj-39-C-9570) જઈ રહ્યો હતો, ત્યારે પીપલદહાડથી ભોંડવિહીર માર્ગમાં અકસ્માત નડ્યો.
રસ્તા પરથી નદીમાં ગાડી સાથે ખાબકતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. રસ્તામાંથી પસાર થતાં લોકોને ધ્યાને આવતા 108ને જાણ કરાઇ હતી. જેથી ઘટના સ્થળે 108 દોડી આવી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે યુવકને ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.