અકસ્માત:ડાંગના સાપુતારા ઘાટમાર્ગમાં સામાનનો જથ્થો ભરેલી ટ્રક પલટી

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર અને ક્લીનરને ઇજા પહોંચી

સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી ગઈ હતી.

મહારાષ્ટ્રનાં પુના તરફથી ગુરૂવારે માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રક. (નં. જીજે-13-એટી-4140) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું.

જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે શામગહાન સીએચસીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગના શામગહાન સાપુતારા ઘાટમાર્ગમાં અવાર નવાર અકસ્માતો સર્જાતા રહ્યાં છે. અગાઉ પણ આ િવસ્તારમાં જીવલેણ અકસ્માતો સર્જાઇ ચુક્યા છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગમાં સલામતી ન જોખમાય તેવી કાર્યવાહી કરે તે હાલના તબક્કે અનિવાર્ય જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...