કોણ કોને આપશે ટક્કર?:ડાંગની એક બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસનો ગઢમાં 7 વર્ષથી ભાજપનું શાસન

ડાંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ડાંગની 1 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.

ડાંગના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ જામશે. ડાંગનો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જોકે, આઝાદીના 75 વર્ષમાં 7 વર્ષ ભાજપનું શાસન રહ્યું છે. 2017માં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર મંગળભાઈ ગાવીતે રાજીનામુ આપતા પેટા ચૂંટણીમાં ભાજપના વિજયભાઈ પટેલનો 60 હજાર મોતોથી વિજય થયા હતા. હાલ ભાજપના વર્ચસ્વવાળી બેઠક પર આપની એન્ટ્રીથી ત્રણે પાર્ટીઓ વચ્ચે ભારે ટક્કર જામશે. ભાજપે તેમના ઉમેદવાર વિજયભાઈ પટેલને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસમાંથી મુકેશ પટેલ અને આપમાંથી સુનિલ ગામીત પ્રથમ વખત ચૂંટણી લડશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ડાંગ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...