• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • A Total Of 6 Candidates From National And State Level Recognized Political Parties Are Contesting For The 173 Dang (ST) Assembly Seat.

પ્રથમ તબક્કાની છબી સાફ!:173-ડાંગ (S.T.) વિધાનસભા બેઠક માટે રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષોના કુલ 6 ઉમેદવારો હરીફ

ડાંગ (આહવા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સાથે પ્રથમ તબક્કાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી કચેરીમાં જમાં કરી દીધા હતા. આજરોજ પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ આજે હતી જે પૂર્ણ થતા કઈ બેઠક પર કોણ ઉમેદવાર અને કઈ પક્ષનો તે છબી સાફ થવા પામી છે.

ડાંગ (S.T.) બેઠક માટે કુલ 6 હરીફ ઉમેદવારો આખરી
173-ડાંગ (S.T.) બેઠકના રીટર્નિગ ઓફિસર-વ-પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, 173-ડાંગ (S.T.) વિધાનસભા બેઠક માટે રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો એવા (1) મુકેશ ચંદર પટેલ (INC) (2) વિજય રમેશ પટેલ (BJP) (3) સંગીતા મહેશ અહિર (BSP) ઉંપરાત નોંધાયેલ રાજકીય પક્ષોના ઉમેદવારો એવા (4) સુનિલ ચંદુ ગામિત (AAP) (5) નિલેશ શિવાજી ઝાંબરે (BTP) અને અન્ય (6) એસ્તરબેન પવાર (અપક્ષ)ના નામોની યાદી હરિફ ઉમેદવારો તરીકે જાહેર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...