ચૂંટણી સંગ્રામ-2022:ડાંગમાં ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો રસાકસી જંગ

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ બેઠક ઉપર મોટેભાગના મતદારો આદિવાસી સમાજના છે

ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન આગામી 1લી ડિસેમ્બરે યોજાનાર છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓ તથા કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે તમામ પક્ષ મતદારોને પોતાનાં તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. 173-ડાંગ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો ભાજપમાંથી વિજય પટેલ, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પટેલે અને આપનાં ઉમેદવાર સુનિલભાઈ ગામિત છે. જયારે અન્ય પાર્ટી અને અપક્ષ ઊમેદવારો મળી કુલ 6 ઊમેદવારો ફોર્મ ભરી ઊમેદવારી નોંધાવી છે. ડાંગ વિધાનસભા બેઠક પર હંમેશા બે મુખ્ય પક્ષ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચૂંટણી રસાકસીનો જંગ જોવા મળે છે. વર્ષ-2017ની વાત કરીએ તો ભાજપનાં ઊમેદવાર વિજયભાઈ પટેલને 57052 મત, જયારે કોંગ્રેસનાં ઊમેદવાર મંગળભાઈ ગાવિતને 57820 મત મળ્યાં હતાં. આમ માત્ર 768 મતથી કોંગ્રેસ ઉમેદવાર મંગળભાઈ ગાંવિતનો વિજય થયો હતો. જે બાદ કોંગ્રેસના મંગળભાઈ ગાવિતે રાજ્યસભાનાં સાંસદની ચૂંટણી સમયે અચાનક ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હત. જે બાદ ૨૦૨૦માં પેટાચૂંટણી થઈ હતી. જેમાં ભાજપનાં ઊમેદવાર વિજયભાઈને-94006 અને કોંગ્રેસનાં ઊમેદવાર સૂર્યકાંત ગાવિતને- 33911 મત મળ્યા હતા. ડાંગનાં ઈતિહાસમાં પ્રથમવાર જંગી બહુમતીથી ભાજપનાં ઊમેદવાર વિજયભાઈ પટેલ 60095 મતની લીડ વિજય થયો હતો. ડાંગ જિલ્લા-2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજયભાઈપટેલ સિવિલ ઈજનેરની ડિગ્રી ધરાવે છે. તેને છઠ્ઠીવાર રિપીટ કર્યા છે. તેમની પાસે 50 હજાર મતની જંગી લીડ છે. કોંગ્રેસના ઊમેદવાર મુકેશભાઈ પટેલ સિવિલ ઈજનેર ડિગ્રી ધરાવે છે. નવો ચહેરો હોવાથી મતદારો તેમનાં તરફ આકર્ષાય શકે છે. આમ આદમી પાર્ટીનાં ઊમેદવાર સુનીલભાઈ ગામિત એડવોકેટ છે. ડાંગ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.

બેઠકમાં જ્ઞાતિવાર મતદારોની સ્થિતિ આ બેઠક પર જ્ઞાતિ પ્રમાણે મતદારોની વાત કરીએ તો કુંકણા-65660, વારલી-25475, આદિમજુથ-2500, નાયકા ભીલ-33940, ઢોડીયા-3000, બક્ષીપંચ-7390 મતો છે. ડાંગની વિધાનસભા બેઠક 99 ટકા મતો આદિવાસી છે, 1 ટકા અન્ય સમાજનાં છે. અહીં ધાર્મિક મતદારોમાં હિન્દુ ધર્મનાં-59 ટકા મતદારો છે, જયારે ઇસાઇ મતદારોની ટકાવારી 45 ટકા છે, અન્ય ધર્મનાં 1 ટકા મતદારો છે.

અન્ય સમાચારો પણ છે...