સુવિધા:ગિરિમથક સાપુતારામાં 213 લાખના ખર્ચે મુસાફરો માટે અદ્યતન બસ સ્ટેન્ડ બનાવાશે

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સુવિધા ઉપલબ્ધ થવાથી લાખો મુસાફર જનતાને લાભ થવાની શક્યતા છે

ગત દિવસો દરમિયાન સાપુતારા ઘાટમાર્ગમા સુરતની ખાનગી લકઝરી બસને નડેલા અકસ્માત વેળા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની ત્વરિત કામગીરીને કારણે વધુ જાનહાનિ નિવારી શકાઇ હતી. તે બદલ તંત્ર અને પદાધિકારીઓની કામગીરીની સરાહના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કરી હતી.

ગુજરાત મહારાસ્ટ્ર સરહદે આવેલા સાપુતારામાં અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ થવાથી લાખો મુસાફર જનતાને તેનો લાભ થશે તેમ પણ મંત્રી એ વેળા જણાવ્યું હતું. ગિરિમથક સાપુતારામાં અદ્યતન બસ સ્ટેન્ડનુ ભૂમિપૂજન કરતા મંત્રીએ આંતરરાજય સરહદે આવેલા સાપુતારા સુધી પહોંચવા માટે NH -48 ચીખલીથી વાંસદા–વઘઈ થઈ સાપુતારાને ચાર માર્ગીય રોડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનુ કાર્ય ચાલી રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે સાપુતારામાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરી તકતીનુ અનાવરણ પણ કર્યું હતું.

સાપુતારા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમમા વલસાડના વિભાગીય નિયામક વી.એચ.શર્મા, વિભાગીય યાંત્રિક ઈજનેર જી.કે.પટેલ, વિભાગીય પરિવહન અધિકારી જે.એન.ગણાવા, નાયબ ઈજનેર આર.કે.પટેલ તથા આહવાના ડેપો મેનેજર જે.વી.ગાવિત અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. ઉદઘોષક તરીકે તન્વીર બાબુલે સેવા આપી હતી. સાપુતારા બસ સ્ટેન્ડના પટાંગણમા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

બસ સ્ટેન્ડમાં આ સુવિધાઓ મળશે ઉલ્લેખનિય છે કે, ગિરિમથક સાપુતારાને પ્રાપ્ત થનારા નવા અદ્યતન બસ સ્ટેન્ડમાં પાંચ પ્લેટફોર્મ સાથે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, કેન્ટીન-કિચન, શૌચાલય, સહિત ટ્રાફિક કંટ્રોલ રૂમ, અને બસ પાર્કિંગ માટેની વિશાળ જગ્યા ઉપલબ્ધ થનાર છે. સાથે રેસ્ટરૂમ અને ડ્રાયવર – કંડકટરો માટેના રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. 213.42 લાખના ખર્ચે આકાર લેનારૂ સાપુતારાનું આ અદ્યતન બસ સ્ટેન્ડ ગુજરાત, મહારાસ્ટ્ર સહિત દેશભરની મુસાફર જનતા માટે ઉપયોગી પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...