યુવતીની શોધખોળ હાથ ધરાઈ:ડાંગમાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જતા યુવક વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાવરખડીની સગીરાને કાલીબેલ ગામનો યુવાન રોહિત યોગેશ જોગારે જોડે પ્રેમ સબંધ બંધાયો હતો. ગત જુલાઇની 17મી તારીખે યુવાન રોહિત જોગારે સગીર વયની દીકરીને વાપી ભગાડી ગયો હતો. જેથી સગીર દીકરીના માતા-પિતા દ્વારા શોધખોળ કરી દીકરીને સમજાવી ઘરે પરત લઇ આવ્યા હતા.

ગત તારીખ 17/08/2022ના રોજ સાવારખડી ગામે સગીરા સહિત તેનો પરિવાર સૂતો હતો અને સવારે પરિવારે ઊઠીને જોતા સગીર દીકરી દેખાઈ ન હતી. તેથી તેના માતા પિતાએ અગાઉ ભગાડી જનાર યુવકના ઘરે તપાસ કરી હતી, પરંતુ કોઈ અતોપતો લાગ્યો ન હતો. તેઓને વધુ શોધખોળ કરતા ભગાડી જનાર યુવક રોહિત યોગેશ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

સગીરાના પિતાએ આ યુવક સામે વઘઈ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...