ભાજપના સહપ્રભારી આહવાની મુલાકાતે:સુધીર ગુપ્તાજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી; જંગી બહુમતીથી કમળ ખિલાવવા લોકોને અનુરોધ કર્યો

ડાંગ (આહવા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની તારીખો પણ જાહેર થઈ સુકી છે. તમામ રાજકીય પક્ષોએ જનતાની વચ્ચે જઈ પોતાનો પ્રચાર અને પ્રસાર પણ પુરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા આહવાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં શક્તિકેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ, પદાધિકારીઓ અને ભાજપના અપેક્ષિત લોકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તાએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે આહવામાં આ વખતે વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો હતો.

આહવા ખાતે ભાજપના અપેક્ષિત લોકો સાથે બેઠક
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મળેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તાએ​​​​​​​ ડાંગ જિલ્લા ભાજપના મજબૂત સંગઠનની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોય છે, ભારતીય જનતા પાર્ટીનો નારો "સબકા સાથ સબકા વિકાસ"ના સૂત્ર સાકાર કરી દેશનો વિકાસ થયો છે. દેશની પછાત જાતિની મહિલાને દેશના સર્વોચ્ચ સ્થાને બેસાડી ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. દેશના વડાપ્રધાને સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. ગરીબ બાળકોને શિક્ષણની ભૂખ ઉઘડે તે માટે સર્વ શિક્ષા અભિયાન સહીત મધ્યાન ભોજન યોજના અમલમાં લાવી બાળકોને શિક્ષણથી સજ્જ કરાયું. બાળકોને પોલિયો મુક્ત કરવા વિશેષ અભિયાન ચલાવી પોલિયો મુક્ત ભારત બનાવી લોકોને રોગ મુક્ત કર્યા છે.

દેશની સરહદ મજબૂત કરવા અધ્યતન શસ્ત્રો સજ્જ કર્યાઃ સહપ્રભારી ​​​​​​​
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે સૌ પક્ષ પોતાની સુરક્ષા માટે ઝ્ઝમતી હતી, જયારે ભાજપે ગરીબ લોકોને ભૂખમરાથી બચાવવા મફત અનાજ અને મફત વેક્સીન વિતરણ કરી લોકોની કસોટીમા ખરી ઉતરી છે. આઝાદીના 75મી આઝાદીની અમૃત મહોત્સવ નિમિતે દેશના દીર્ઘદ્રષ્ટાં વડાપ્રધાને અગણિત વિકાસના કામો કર્યા છે. દેશની સરહદ મજબૂત કરવા અધ્યતન શસ્ત્રોથી સજ્જ કર્યા છે. દેશ આધુનિક સમય સાથે કદમ મિલાવી ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું છે. દેશ ભાજપા પર ભરોસો કરે છે, લોકોનો ભરોસો વિશ્વાશમાં ફેરવવા પાર્ટીના દરેક કાર્યકર્તાએ નરેન્દ્ર મોદીને સાથ આપવું જરૂરી બન્યું છે.

વિધાનસભા ચૂંટણીમાં કમળ ખિલાવવા લોકોને અનુરોધ
આ વિધાનસભામાં ભાજપા ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવી કમળ ખિલાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સંગઠન પ્રભારી સીતા નાયક, પ્રમુખ દશરથ પવાર, વિજય પટેલ, કુંવરજી, મંગળ ગાંવિત, બાબુ ચૌર્ય, પ્રદેશ પ્રવાસી કાર્યકર્તા લક્ષમણ શાહુજી, વિસ્તારક દુર્ગેશ તિવારી, મહામંત્રીઓ રાજેશ ગામીત, કિશોર ગાંવિત, હરિરામ સાવંત, સહીત મોટી સંખ્યામાં વિવિધ મોરચા અને સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...