ડાંગ જિલ્લાનાં શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં શનિવારે ધોળા દિવસે દીપડો કેમરામાં કેદ થયો હતો. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામ સહિતનાં અન્ય ગામોમાં થોડાક દિવસથી દીપડાની ચહલ પહલ વધી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વધુમાં આ દીપડા દ્વારા શામગહાન નજીકનાં ગામોમાંથી રોજેરોજ મરઘાઓનું મારણ કરી આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
શનિવારે સવારે 6 વાગ્યાનાં અરસામાં આ દીપડો શામગહાનથી સાપુતારાને જોડતા માર્ગનાં સાઈડમાં બિન્દાસ્તપણે બેસેલો જોવા મળતા સ્થાનિકોએ દૂરથી કેમેરામાં કેદ કર્યો હતો. ડાંગનાં શામગહાન ગામમાં રોજેરોજ દીપડાની ચહલ પહલનાં પગલે માનવી સહિત પશુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. શામગહાન રેંજ વિભાગ આ દીપડાને પકડી અન્યત્ર ખસેડે તેવી લોકમાંગ ઉઠી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.