ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક પર ભાજપે સ્ટાર પ્રચારકનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ડાંગ ભાજપાના ઉમેદવાર વિજય પટેલના પ્રચાર માટે આહવા તાલુકાના શામગાહન ખાતે કેન્દ્રીય મંત્રી ભારતીતાઈ પવારે જંગી જાહેર શભાને સંબોધી જણાવ્યું હતું. જે આદિવાસીને ખરા અર્થમાં વિકાસથી જોડવા વડાપ્રધાનના સુચારુ પ્રયાસો રહ્યાં છે. તેમણે ગુજરાતના વિકાસ મોડલને દેશભરમાં લાગુ કરી વિકાસની કેડિ કંડારી છે.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં
જંગલમાં વસતા આદિવાસી માટે જંગલ જમીનના હકો સહીત ખેડૂતો, મહિલાઓ, નિરાધારોને વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવાની કામગીરી હાથ ધરી છે. ભારતીતાઈ ડાંગ જિલ્લાની સરહદે આવેલા કલવણ તાલુકાના વતની છે અને તેઓ પણ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમણે માતૃ ભાષા મરાઠીમાં જાહેર સભાંને સંબોધી હતી. તેમણે દેશના લોકપ્રિય વડાપ્રધાનના વિકાસને પસંદ કરી ડાંગ ધારાસભ્યના ઉમેદવાર વિજય પટેલને જવલંત મતોથી વિજય બનાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં સંગઠન પ્રભારી સીતા નાયક, પ્રદેશ પ્રવાસી કાર્યકર્તા લક્ષમણ શાહુજી, વિપુલ મહેતા, દસરથ પવાર, મંગળ ગાંવિત, ચંદર ગાંવિત, વિજય પટેલ, દુર્ગેશ તીવારી સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.