ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં માનમોડી ગામનાં માર્ગમાં પીકઅપ વાન ચાલકે 3 વર્ષનાં માસૂમ બાળકને અડફેટમાં લેતા ઘટનાસ્થળે આ બાળકનું મોત નિપજ્યું હતું. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટાબરડાથી બોન્ડારમાળ ગામે કારેલા ભરવા જતી પીકઅપ વાન (નં. જીજે-15-એક્સએક્સ-080 0)ના ચાલકે માનમોડી ગામનાં આંતરિક માર્ગમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘરની બહાર જાહેર રોડ પર નીકળેલ 3 વર્ષીય બાળક સાંઈકુમાર શ્યામભાઈ ધૂળેને અડફેટે લીધો હતો. જેને પગલે બાળકને શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ગંભીર ઈજાને પગલે આ માસૂમ બાળકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. માનમોડી ગામે પીકઅપ વાનની અડફેટે માસૂમ બાળકનું મોત નિપજતા આ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ સાપુતારા પોલીસને થતા તેઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. હાલમાં મૃતક બાળકની માતા સુશીલાબેન શ્યામભાઈ ધૂળેએ પીકઅપ ચાલક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સાપુતારા પીએસઆઈ કે.જે.નિરંજને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.