આરોગ્ય સેવા:ડાંગ જિલ્લાના શિવારીમાળમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર શિબિરનો 823 દર્દીએ લાભ લીધો

ખારેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવારીમાળ કેમ્પમાં સારવારનો લાભ લેવા આવનાર દર્દીઓ. - Divya Bhaskar
શિવારીમાળ કેમ્પમાં સારવારનો લાભ લેવા આવનાર દર્દીઓ.
  • દાતાઓના સહયોગથી ગ્રામસેવા ટ્રસ્ટ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ખારેલ ગ્રામ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી ગરીબ અને આદિવાસીના આરોગ્ય અર્થે જુદી જુદી પ્રવૃતિઓ કરી રહી છે. અંતરિયાળ વિસ્તારના સમુદાયને આરોગ્યની સેવા મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં દાતાઓના સહયોગથી વર્ષ દરમિયાન મફત સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

તે મુજબ 13મી નવેમ્બરના રોજ સંસ્થા દ્વારા દાતા નયનાબેન તથા દિનેશભાઈ છોટુભાઈ શાહ તેમજ માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના સહયોગથી સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન ડાંગના શિવારીમાળ પ્રજ્ઞા મંદિર અંધજન શાળામાં કરવામાં આવ્યું હતું.

આ સેવા શિબિરમાં ઉપલબ્ધ વિવિધ તબીબી સેવાના નિષ્ણાત તબીબો જેમકે જનરલ મેડિસિન-ડો.અશ્વિન શાહ, ડો.મનોજ પટેલ, ડો.સનત જોશી, સ્ત્રીરોગ ડો.હર્ષા શાહ, ડો.શોભા જોશી, જનરલ સર્જરી ડો.કિશોર મોદી, બાળરોગ ડો. નેહા પટેલ, ડો. શર્મિષ્ઠા પાટીલ, હાડકાના તથા સાંધાના રોગો ડો.હિતેશ કાછડીયા, કાન-નાક ગળાના રોગો ડો. મેલની કાપડિયા, આંખના રોગો નવસારી રોટરી આઈ હોસ્પિટલ તથા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.વિનાયક પટેલ, સંસ્થાના કર્મચારીઓએ સેવા આપી હતી. માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારીના ધનશ્યામભાઈ પટેલ, જયપ્રકાશ મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. શિબિરનો આજુબાજુના વિસ્તારના 823 દર્દીએ લાભ લીધો હતો તપાસને અંતે જેમને ઓપરેશનની તથા વધુ સારવારની જરૂરિયાત છે તેવા અલગ અલગ વિભાગોના 140 દર્દીઓને ખારેલ હોસ્પિટલમાં લઇ જઈ વધુ સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવનાર છે.

હોસ્પિટલમાં દર્દીઓને લાવવા અને લઇ જવાની વાહન વ્યવસ્થા પણ સંસ્થા તરફથી કરવામાં આવી છે. શિબિરમાં દર્દીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિરના આયોજન માટે શાળાના સંચાલક મંડળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...