રાજ્યનાં છેવાડે આદિવાસી વસાહત ધરાવતા ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળતા પરિણામ સારૂ રહ્યુ છે. ગુજરાત એસ.એસ.સી બોર્ડનાં ધોરણ-10ની પરીક્ષાનાં પરિણામમાં રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો 68.59 ટકા સાથે છઠ્ઠા ક્રમે આવ્યો છે. એસ.એસ.સી બોર્ડનાં પરીક્ષામાં ડાંગ જિલ્લામાંથી કુલ નોંધાયેલ 3289 વિદ્યાર્થીમાંથી 3095 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી 2123 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું 68.59 ટકા પરિણામ આવ્યું છે.
ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં પરિણામમાં A1 ગ્રેડમાં 5, A-2 ગ્રેડમાં 86, B-1 315, B-2 596, C-1 752, C-2 359 અને D ગ્રેડમાં 10 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. ડાંગ જિલ્લાએ એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં પણ સારો દેખાવ કરતા ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા,જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગ દ્વારા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા,ઈ.આઈ વિજયભાઈ દેશમુખ સહિત તમામ શાળાનાં આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય એચએસસી બોર્ડમાં પણ ડાંગ િજલ્લાએ સૌથી વધુ ટકા સાથે મોખરે રહીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો. હાલ એસએસસીનું પરિણામ પણ સારુ રહેતા શિક્ષણિવદોમાં ખુશીનો માહોલ છવાયો છે.
માલેગામ એકલવ્ય મોડેલ સ્કૂલનો છાત્ર મોખરે
માલેગામ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો પ્રિયાંશકુમાર ગામીત -90.83 ટકા, માલેગામ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની રોશની ચવધરી 91.50 ટકા, આહવા દીપદર્શન માધ્યમિક શાળાની રૂક્ષાર અંસારી 91 ટકા, આહવા દીપદર્શન માધ્યમિક શાળાની ઉર્વશી ઢીમર-91.50 ટકા અને ગારખડી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો મહેશ ગવળી 91.33 ટકાનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લામાં વધુ પરિણામ લાવનારી શાળાઓ
સરકારી માધ્યમિક શાળા માળગા-100 ટકા, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ચીંચલી-100 ટકા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગારખડી-100 ટકા, માધ્યમિક શાળા રંભાસ-98.36 ટકા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માલેગામ-98.28 ટકા, સંત થોમસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ઝાવડા-96.97 ટકા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારીપાડા-96.61 ટકા, સરકારી માધ્યમિક શાળા ચીચીનાગાંવઠા-93.33 ટકા, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ આહવા-93.22 ટકા અને સરકારી માધ્યમિક શાળા ચીકાર-90.91 ટકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.