ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શેપુઆંબા ગામે દર માગશરની પૂનમે કનસર્યા ગઢ ખાતે કનસર્યા દેવનો મેળો ભરાય છે. ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યાં દારૂ વેચવા આવેલા 4 ઈસમોને પોલીસે પકડી રૂપિયા 29,465નો મુદ્દામાલ કબજે કર્યો હતો
પોલીસ સૂત્રથી મળતી માહિતી મુજબ, સુબીરના પી.એસ.આઇ કે.કે.ચૌધરી અને સ્ટાફ તાલુકાના શેપૂઆંબા ગામે આવેલા પરંપરાગત દેવ સ્થાન કનસર્યા ગઢ ખાતે દર વર્ષે માગસર વદ પૂનમના દિવસે કનસરા દેવની પૂજા અર્થે મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યાં તે દરમિયાન પોલીસ પોટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મેળામાં દારૂ વેચવા આવેલા ગોટું ગુલાબભાઈ ગાયકવાડ (ઉં.વ.28, રહે.ખહટીયાડ,તાલુકો સાફી, જિલ્લો ધુલિયા) પાસેથી વિસ્કીની નાની બોટલ નંગ 18 જેની કિંમત રૂપિયા 2050 થાય છે. તે મળી આવતા તેની બાઈક ડિસ્કવરની કિંમત રૂપિયા 10,000 ગણી રોકડ સહિત ટોટલ 13,440ના મુદ્દામાલ કબજે કરી આરોપીની અટક કરી હતી.
બીજા બનાવમાં અશોક રામાભાઈ કુંવર (ઉ.વર્ષ-34, રહે. નાંદરખી પોસ્ટ, ઉમરપાડા તાલુકો, સાફી જિલ્લો ધુલિયા) પાસેથી વિસ્કીની બોટલ નંગ 22 જેની કિંમત રૂપિયા 2160 થાય તે મળી આવતા રોકડ સહિત કુલ રૂ. 3850નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં રવિન્દ્ર નીમાજીભાઈ ગામીત (ઉં.વ.24, રહે. તાલુકો-સોનગઢ, જિલ્લો-તાપી) પાસેથી 20 લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા 400 થાય છે. તે મળી આવતા સીડી-ડિલક્સ બાઈકની કિંમત રૂપિયા 10,000 ગણી ટોટલ રૂપિયા 10,400 મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચોથા બનાવવામાં દિનેશ દિવાનભાઈ ગામીત (ઉ.વ.23, રહે. બોરથવા, તાલુકો-સોનગઢ, જિલ્લો તાપી ) પાસેથી વિસ્કીની બોટલ નંગ 26 જેની કિંમત રૂપિયા 1200 થાય છે તે મળી આવતા રોકડ સહિત પોલીસે રૂપિયા 1875નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ સુબીર પોલીસે ધાર્મિક સ્થળે દારૂ વેચવા આવેલા 4 ઈસમોને દબોચી તેમની પાસેથી રૂપિયા પાંચ હજાર પકડી ટોટલ રૂપિયા 29,465નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.