કાયદાનો ભંગ કરનારને દંડ:ડાંગની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ ધારો-2003 હેઠળ ચેંકીગ કરતા પકડાયેલા 28 દુકાનદારોને રૂ.5600નો દંડ

ડાંગ (આહવા)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના (NTCPSW) રસીલા સી.ચૌધરી, એ.એચ. પટેલ (પોલીસ સબ ઇન્સ્પેકટર, આહવા), અરવિંદ દેશમુખ (ASI), ઇદ્રીસ મકરાણી (ASI), તેમજ હોમગાર્ડ ટીમે સાથે મળીને કુલ-28 જેટલી દુકાનો પર રૂ. 5600નો દંડ ફટકાર્યો હતો.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યાનુસાર, આરોગ્ય શાખાએ કુલ-22 કેસ, અને રૂ. 4400નો દંડ, જયારે પોલીસ વિભાગે પણ 6 કેસ અને રૂ. 1200નો દંડ ફટકાર્યો હતો. આ તપાસ ઝુંબેશ દરમિયાન દુકાનદારોની દુકાનોમાંથી તમાકુ, વિમલ, ગુટખા, માવો, સિગારેટ જેવી અન્ય બનાવટો મળી આવી હતી. ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, 18 મી મે, 2003ના રોજ પસાર કર્યો, અને ૧ લી મે, 2004થી તે અમલમા આવ્યો છે.

સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (જાહેરાત પર પ્રતિબંધ, વેપાર અને હેરફેર પર નિયંત્રણ, ઉત્પાદન, પુરવઠો કે વેચાણ) એક્ટ-2003 COTPA-200થી ઓળખાય છે. COTPA-2003ના ભંગ બદલ થતો દંડ/સજા કલમ-4 જાહેર સ્થળે ધુમ્રપાન, વેચાણ કરવા અંગે પ્રતિબંધ, (1) વ્યક્તિગત અપરાધી રૂ.200 સુધીનો દંડ, (2) માલિક, વ્યવસ્થાપક અથવા અધિકૃત અમલદાર: જાહેર સ્થળે થયેલા અપરાધોની સંખ્યાની સમકક્ષ દંડ કલમ-5માં સિગારેટ, અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ 1) 1લો ગુનો: 2 વર્ષની જેલની સજા/રૂ.1000નો દંડ, (૨) 2જો ગુનો: 5 વર્ષની જેલની સજા રૂ.5000નો દંડ કલમ-6માં (અ) સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજ્યામા વેચાણ કરવા પર પ્રતિબંધ, રૂ.200નો દંડ જે અંગે દુકાનદારોને ખાસ સુચના આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...