‘જલ જીવન મિશન’:દેશમાં અમલી ‘હર ઘર જલ’ યોજનામાં ડાંગની 100 % લક્ષપૂર્તિ

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘જલ જીવન મિશન’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ થઈ છે

ગ્રામ્ય સ્તરની પાણી સમિતિઓ, જન આંદોલન, સામુદાયિક માલિકી અને મહિલાઓની કેન્દ્રિય ભુમિકાના મુખ્ય ધ્યેય સાથે સને 2019ના ઓગસ્ટ માસમા અમલી બનેલી ‘હર ઘર જલ’ યોજનાનો મુખ્ય ઉદેશ, સને 2024 સુધી દેશના દરેક ઘરને ‘નળ થી જળ’ આપવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ લક્ષ 2022મા જ પૂર્ણ કરવાની કમર ક્સી છે. જેના પરિણામે ડાંગ જિલ્લામાં તો આ લક્ષની સિદ્ધિ પણ હાંસલ કરી લેવામા આવી હતી.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દરાપાડા ગામના સરપંચ દિનેશભાઈ તથા ઘોડવહળના હીરાજભાઈ સહિત આહવા તાલુકાના પીંપરી ગામના અગ્રણી ચીમનભાઈએ આ યોજનાને ડાંગ જિલ્લા માટે આશીર્વાદરૂપ ગણાવા સાથે, પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવાની પણ પ્રજાજનોને અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા વસતા પ્રજાજનોને નળથી પાણી પુરુ પાડવા માટે તમામ 311 ગામમા પીવાના પાણીની હયાત અને બાકી રહેલી સુવિધા બાબતે જે તે ગામોનો સરવે કરી 100 % ઘરોને નળ કનેક્શનથી પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વાસ્મો અને પાણી પુરવઠા તથા યાંત્રિક વિભાગ દ્વારા સામુહિક અભિયાન હાથ ધરાયું હતું.

ગામોની યોજનાઓ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિમા મંજુર કરી, ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના તમામ 311 ગામના કુલ 52,085 ઘરમા 100% નળ જોડાણની કામગીરી પુર્ણ કરવામા આવી છે. આમ, ડાંગ જિલ્લો 100 % નળ કનેક્શનની સુવિધાવાળો જિલ્લો બન્યો છે. રાજય અને કેન્દ્ર સરકારની સંવેદનશીલતા, દૂરંદેશી, પરિણામલક્ષી આયોજન વ્યવસ્થાપનના પરિણામે ડાંગ જિલ્લાને ‘જલ જીવન મિશન’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...