'હમે બચાવો...ઇન લોગોને હમે કિડનેપ કિયા હૈ':1 કરોડની ખંડણીખોર અપહરણકર્તાને સાપુતારા પોલીસે ઝડપી પાડ્યા

ડાંગ (આહવા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગતરોજ સાપુતારા ખાતે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરના ચેકપોસ્ટ પર 1 કરોડની ખંડણીખોર અપહરણકર્તાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓને દેશી બંઘૂક, છરા અને ધારદાર હથિયાર સહિત કુલ 4,41,300ના મુદ્દામલ સાથે ઝડપી પાડી સાપુતારા.પી.એસ.આઈ. ચૌધરી સાહેબે વધુ તપાસ હાથ ધરી હતી.

ગતરોજ રાત્રીના સમયે સાપુતારા પો.સ્ટે.ના સ્ટાફ રોજના રૂટિન પ્રમાણે વાહનોનું ચેકીંગ કરતા હતા. ત્યારે રાત્રીના 11:15 કલાકે મહારાષ્ટ્ર તરફથી સાપુતારા ચેક પોસ્ટ પરથી ગ્રે કલરની ઇનોવા ક્રિસટા અને પાછળ આવતી સિલ્વર સ્કોડા ગાડી પસાર થઈ રહી હતી. ત્યારે હાજર પોલીસ સ્ટાફે ગાડીઓને સાઈડમાં ઉભા રાખવા માટે ઈશારો કરતા બંને ગાડી સ્પીડ સાથે ભાગી છૂટી હતી. જેનો હાજર પોલીસ સ્ટાફ દ્વારા પીછો કરતા લેક 3 રસ્તા પાસે ગાડીઓને પકડી પાડી હતી.

પકડેલ ઇનોવા ક્રિસ્ટા ગાડીને તપાસતા તેમાંથી 2 ઈસમો પોલીસને જોતા " હમેં બચાવો...હમે બચાવો...હમકો ઇન લોગોને કિડનેપ કિયા હૈ...." જેવી બુમરાણ કરતા પોલીસે ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી. ગાડી બંધ કરાવતા પાછળની સીટ પર બેસેલા 2 શખ્સોએ પોલીસને જોઈ " સાબ હમકો બચાઓ, યે લોગ હમેં માર ડાલેંગે હમકો કિડનેપ કિયા હૈ" એવી બુમો પાડી હતી. ઘટનાની જાણ સાપુતારા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.એસ.આઈ. ચૌધરી સાહેબને કરતા ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવી ખંડણીખોર અપહરણ કરનાર 5ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અપહરણ થનાર વ્યક્તિ યોગેશ ધર્માં ભાલેરાવ ( ઉ.વ.45 રહે. આડગવ નાસિક) તથા મહેન્દ્ર વસંતરાઈ ગાયકવાડ (ઉ.વ. 46 રહે ભગુર. નાસિક)એ સાપુતારા પોલીસને જણાવ્યું હતું કે, તેઓ બંને નાસિક આડગવની જત્રા હોટેલ પાસે રાત્રીના સાડા 8 વાગ્યાના અરસામાં તેઓની ઇનોવા ગાડીમાં બેસવા જતા હતા. તે દરમિયાન તેઓની ઇનોવા ગાડીનો દરવાજો ખોલતા જ ગાડી પાસે ઉભેલા 4 ઈસમોએ અમારી નજીક આવી જબરદસ્તીથી અમને ગાડીની પાછળની સીટ પર ધકેલી દઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવતા અમે બુમો પાડવા લાગ્યા હતા. પરંતુ 1 વ્યક્તિએ "ચુપચાપ રહો ચિલ્લાઓ મત " કહીને ઇનોવાની ચાવી લઈ લીધી હતી. અમને પાછળની સીટ પર ધકેલી અમારી સાથે એક માણસ બેસાડીને કહ્યું હતું કે, તમારી પાસેથી અમને 1 કરોડ રૂપિયા જોઈએ છે. નહીંતર મારી નાખીશું તેમ જણાવી કિડનેપ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...