મેઘમહેર:દાનહમા 2 અને દમણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અથોલામાં પોલને અડતા 2 ગાયના મોત

દાનહમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો બે ઇંચથી વરસાદ પડયો છે.બે જગ્યા પર ઇલેક્ટ્રીક કરંટ લાગતા ગાયોના મોત પણ થયા છે.વરસાદને કારણે ગાયત્રી મંદિર મેદાન માર્કેટ અને ડોકમરડી માર્કેટમા કાદવ કિચ્ચડ થઇ ગયુ હતુ તો કેટલીક જગ્યા પર નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયેલા પણ જોવા મળ્યા હતા.

સેલવાસમા 45.9એમએમ વરસાદ થયો છે સિઝનનો કુલ વરસાદ 92.6એમએમ થયો છે.મધુબન ડેમનુ લેવલ 69.40મીટર છે ડેમમા પાણીની આવક ઝીરો ક્યુસેક છે અને પાણીની જાવક 177ક્યુસેક છે.બાલદેવી બાપુડ ફળિયામા અથોલા બોર્ડર પર બે ગાય ચરતા ચરતા ઇલેક્ટ્રીક પોલને અડી જતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ બીજા કિસ્સામા કરાડ ગામે એક ખુલ્લી ડીપીને ગાય અડી જતા એક ગાયનુ મોત થયુ હતુ. જ્યારે દમણમાં સોમવારે પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...