તપાસ:દમણમાં પત્નીની હત્યા કરીને ભાગેલા પતિની ઝાડ પર ફાંસો ખાધેલી લાશ મળી

દમણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ પીવાના મુદ્દે ઝઘડા થતાં કંટાળી પત્નીને હથિયારથી હુમલો કરતા મોત થયું હતું

નાની દમણના કડૈયામાં રહેતા શ્રમિક પરિવારની મહિલાનું તેના પતિએ જ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી હતી. દારૂ પીવાના મુદ્દે છાસવારે થતા ઝઘડાથી કંટાળીને પતિએ પત્નીનું કાસળ કાઢી નાંખ્યા બાદ ફરાર થઇ ગયો હતો. બુધવારે સાંજે આરોપી પતિની ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી અવતા પોલીસે આપઘાત કરી લીધો હોવાનું માનીને તપાસ હાથ ધરી છે.

નાનીદમણના ડોરી કડૈયાની રહેવાસી 38 વર્ષીય સુનીતા રામજીત યાદવ તેના પતિ રામજીત ઉર્ફે રણજીત યાદવે દારૂના નશામાં બહાર ફરવા જવાના બહાને રવિવારે રાત્રે હત્યા કરી હતી. મૃતકના પરિવારને ઈન્ટેક ઓર્ચેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની દિવાલ પાછળની ઝાડીઓમાંથી સુનિતાની લાશ મળી હતી. પરિવારના સભ્યોની ફરિયાદ પર પોલીસે તેના પતિ રામજીત ઉર્ફે રણજીત યાદવ વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધી ફરાર પતિની શોધ શરૂ કરી હતી.

પોલીસે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપી રામજીત ઉર્ફે રણજીત યાદવ સુધી પહોંચી હતી. જોકે, પોલીસને આરોપી પતિ રામજીત ઉર્ફે રણજીતની ઝાડીઓના વેલામાંથી ગળાના ભાગે લટકેલી હાલતમાં લાશ મળી હતી. પ્રાથમિક દૃષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આરોપીએ અહીં આવીને આત્મહત્યા કરી હશે. જોકે, પોલીસ તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...