દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ આવતીકાલે પૂર્ણ થતાં આજે 26મીએ સવારે 10.00 કલાકે નગરપાલિકાની કચેરીના સભાગ્રુહમાં કલેકટર તેમજ પ્રિસાઇડિંગ ઑફીસર સૌરભ મિશ્રાનાના અધ્યક્ષ સ્થાને વિશેષ બેઠકનું આયોજન થશે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દમણ નગરપાલિકાના પ્રમુખ સોનલ પટેલ અને ઉપપ્રમુખ આશિષ ટંડેલેની આજે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે ત્યારે આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી રાખવામાં આવી છે તે અંગે કલેકટર કચેરી ખાતે 25મીએ સાંજે 5 વાગ્યા સુધીમાં ફાર્મ ભરવાનો સમય હતો. પ્રમુખ માટે અસ્પી દમણિયા અને ઉપપ્રમુખ માટે રશ્મી હળપતિએ ભાજપ તરફથી ફૉર્મ ભર્યું, જોકે હજી પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યું નથી કે આગામી 2.5 વર્ષની ટર્મ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મહિલા અનામત રીઝર્વ રાખવામાં આવી છે કે નહીં ? તેથી હજી પણ મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે.
જોકે ચૂંટણીની પ્રક્રિયામાં અંતિમ નિર્ણય પ્રિસાઇડિંગ ઓફિસર કલેકટર સૌરભ મિશ્રાનો રહેશે. જેના અનુરૂપ મહિલા અનામત અથવાતો પુરુષ અંગે નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે સેલવાસ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ યોજાશે. આ બન્ને પાલિકામાં ભાજપના ઉમેદવારો મેન્ડેટથી ચૂંટાઇ આવશે તેવી શકયતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.