નિર્ણય બદલાયાની ચર્ચા:DMCએ નિર્માણમાં ફરી CRZ મંજૂરી અનિવાર્ય કરતા આશ્ચર્ય

દમણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દમણ શહેરના ખરાબ માર્ગો, સ્ટ્રીટ લાઈટનો અભાવ, મકાન અને બિલ્ડિગોના પ્લાન પાસ કરવામાં મહીનાઓ સુધીનો વિલંબ સહિતના મુદ્દાઓનું સમાધાનના ઇરાદે કાઉન્સિલરોની માંગને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી વિવેક ધાડકર હાલમાં જ ડીએમસી કચેરીની મુલાકાત લઇને ચીફઓફિસર અને પાલિકા પ્રમુખ સાથે ચર્ચા કરી હતી.

ગત 18 એપ્રિલે દમણ પાલિકામાં મુલાકાતમાં ભાજપ સંગઠનના નેતા વિવેક ધાડકરે પાલિકાના પ્રમુખ સોનલબેન પટેલ તથા પાલિકાના ચીફ ઓફિસર અરુણ ગુપ્તા સાથે ચર્ચા કરી હતી. જોકે, ત્યારબાદ દમણ પ્રશાસનના નિર્દેશાનુસાર દમણ પાલિકાના ચીફ ઓફિસરે દમણ શહેરના નાગરિકો દ્વારા જે પ્લાન પાસ કરવા માટે આવેદન જમા કરાવ્યા હતા. તેમા સીઆરઝેડની મંજૂરી અનિવાર્ય લેવી તે પ્રકારના રિમાર્ક કરી પ્લાનને પરત કરી દીધા છે.

સવાલ એ ઉભો થાય છે કે, દમણ શહેર સીઆરઝેડ-2માં આવેલુ છે. પ્રશાસને અત્યાર સુધી દમણ શહેરમાં સીઆરઝેડની મંજૂરી લેવી જોઈએ તેવું જાહેર કર્યુ નથી. જોકે, સ્થાનિક નેતાએ ગામડા વિસ્તારને પણ સીઆરઝેડ 2માં સમાવવા માંગ કરતા આવ્યા છે.દમણ પાલિકાની ભાજપ સંગઠનના મહામંત્રીની મુલાકાત બાદ દમણ શહેરમાં નિર્માણ મંજૂરીમાં સીઆરઝેડનો નવો અડિંગો નાખવાથી ભાજપના શાસકો અને કાર્યકર્તાઓમાં આશ્ચર્ય જોવા મળ્યું છે.

શહેરમાં ચાલતી ચર્ચા મુજબ પ્રદેશ ભાજપે કરેલી દખલગીરીને લઇને સીઆરઝેડની મંજૂરી અનિવાર્ય કરી છે. હવે એ જોવાનું રહે કે, ભાજપ સીઆરઝેડના નવા આદેશમાંથી કેવી રીતે મુક્તિ અપાવી શકે એમ છે. સીઆરઝેડ-2 એટલે કે ડેવલોપ એરિયામાં હોવાથી સીઆરઝેડ મંજૂરી શહેરમાં લેવી પડતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...