દમણમાં બેંક લોન છેલ્લા 27 વર્ષથી એક હપ્તો પણ ન ભરનારના ઘરે ગુરૂવારે બેન્કના અધિકારીઓ ઢોલ નગારા સાથે લોન રિકવરી કરવા પહોંચતા ચર્ચાનો વિષય બન્યો છે. નાનીદમણના ભીમપોરમાં ધી દમણ અને દીવ રાજ્ય સહકારી બેન્કના બ્રાન્ચ મેનેજર અને લોન રિકવરી ટીમ પહોંચી હતી અને જાગૃત કર્યા હતા.
બેંકના રીકવરી અધિકારી ઈશ્વર પટેલના કહેવા મુજબ ધી દમણ અને દીવ રાજ્ય સહકારી બેન્કે માજી BDO ખાલપાભાઇ પટેલને વર્ષ 1996માં હોમેલોન પેટે 20 લાખ અને શિવમ પ્લાસ્ટિક નામક કંપનીના સ્ટાર્ટ અપ માટે 10 લાખ રૂપિયાની લોન આપી હતી,\બેંકે લોન આપ્યાના 27 વર્ષ સુધી ખાલપાભાઈએ એક પણ હપ્તા નથી ભર્યા, જેથી બેંકની લોન પેટે નીકળતી રકમ અને 27 વર્ષના વ્યાજ પેટે નીકળતી એક કરોડ અડસઠ લાખ ત્રેવીસ હાજર ત્રણસો સિત્તેર (1,68,23,370) રૂપિયા રિકવર કરવા બેન્કની ટીમ ઢોલ નગારા લઈને બેંકના લેણદારના ઘરે પહોંચી હતી. આ અગાઉ લોન રિકવરી માટે બેંકે અનેકવાર સંપર્ક કર્યો હતો, તથા મામલો કોર્ટમાં પહોંચ્યો છતાં લોન ભરી ન હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.