દમણ પીડબલ્યુડી જેટી નજીક સોમવારે સાંજે દરિયામાં ફસાયેલા બે યુવકને સ્થાનિક પોલીસે રેસ્કયુ કરીને બહાર કાઢ્યા હતા. ઉનાળું વેકેશનને લઇ હાલ દમણમાં પર્યટકોની સંખ્યા ખૂબ જ વધી છે. ખાસ કરીને દેવકા અને જમ્પોર બીચ ઉપર સાંજે પર્યટકો વધુ પ્રમાણમાં આવતા હોય છે. ચોમાસા પૂર્વે છેલ્લા પાંચેક દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે.
દરિયામાંથી ભારે પવન ફુંકાય રહ્યો છે.એ સંજોગમાં સોમવારે સાંજે દરિયાઇ ભરતી અને ભારે પવરથી બે સહેલાણીઓ દરિયામાં ફસાયા હોવાની માહિતી દમણ પોલીસને મળી હતી. દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુમિત ભક્તિ અને કોન્સ્ટેબલ નિર્મલ પટેલ જેટી સ્થિત દરિયા કિનારે પહોંચીને દરિયામાં ફસાયેલા બંને પર્યટકોને રેસ્કયુ કરીને બહાર લઇ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.