ડમ્પિંગ સાઇટમાં આગ:દમણ જિ.પં. અને પાલિકાની ડમ્પિંગ સાઇટમાં આગ આકસ્મિક કે લગાવાય

દમણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇમાં બેદરકારી બદલ હાલમાં જૂનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો

દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ગ્રામ વિસ્તારમાંથી એકત્ર કરાતો કચરો જ્યા નાંખવામાં આવે છે તે દુનેઠાની ડમ્પિંગ સાઇટ ઉપર બુધવારે અચાનક આગ લાગી હતી. જોકે, આ આગને લઇને શહેરમાં અનેક ચર્ચા શરૂ થઇ છે. પાલિકાએ હાલમાં જૂના સફાઇનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવી એજનન્સીને નિમણૂંક આપી છે એ સંજોગમાં ડમ્પિંગ સાઇટના કચરામાં લાગેલી આગ આકસ્મિક હતી કે પછી લગાડવામાં આવી છે એવા સવાલો ઊઠી રહ્યા છે.દમણ પાલિકા દ્વારા હાલમાં સફાઇ કામગીરીમાં બેદરકારી દાખવતા પાંચેક જેટલા કર્મીને સસ્પેન્ડ કરાયા હતા.

આ ઉપરાંત પાલિકાએ સફાઇ કોન્ટ્રાક્ટ રદ કરીને નવી એજન્સીની નિમણૂંક કરી છે. આ બધા વચ્ચે બુધવારે નાનીદમણના દુનેઠા સ્થિત આવેલા પાલિકા અને જિલ્લા પંચાયતની ડમ્પિંગ સાઇટ ઉપર અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આગના બનાવ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. દમણ પાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે હાલમાં જ કેટલા પોઇન્ટ નક્કી કરીને સીસીટીવી કેમેરા મુકીને બાજ નજર પણ રાખી રહી છે. આ સંજોગમાં નવા સફાઇ કોન્ટ્રાક્ટ કસોટીમાં ખરો ઉતરશે કે કેમ એ સવાલ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...