તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:જમીન સંબંધી ઝઘડામાં મહિલાનું માથું ફોડી મારી નાખવાની ધમકી

સુખસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલવાની ના પાડી હતી : મારગાળાના 4 સામે ગુનો

સુખસર ગામે જમીન સંબંધી થયેલા ઝઘડામાં મારક હથિયારો ઉછળતાં મહિલાને ઈજા થઇ હતી. મહિલાએ 4 સામે ફરિયાદ નોંધાવી હતી.

સુખસરના સુરમાબેન નિનામા તથા છોકરો મહેશ નાના છોકરાની વહુ ગીતાબેન ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 153ના બાજુવાળા ખેતરમાં ખેતી કામ કરતા હતા. તે વખતે મારગાળાના સંગાડા કુટુંબના ચારે બે ટ્રેક્ટર લઈ સર્વે નં. 153 વાળી જમીનમાં ખેડવા આવતાં બચુભાઈને સુરમાબેન, મહેશભાઈ તથા ગીતાબેને કહેલ કે, તમો અમોએ વેચાણ રાખેલ જમીનમાં કેમ ખેડો છો કહેતા ચારે જણાએ જમીન અમારી છે તેમ કહ્યું હતું. જેથી સુરમાબેન જણાવેલ કે આ જમીન મારા સસરાએ વેચાણ દસ્તાવેજથી રાખેલ છે કહેતા ચારે જણા એકદમ ઉશકેરાઇ ગયા હતા. બેફામ અપશબ્દો બોલતા ગીતાબેન તેઓને બોલવાની ના પાડતાં માથામાં વચ્ચેના ભાગે કુહાડી મારી માથુ લોહી લુહાણ કરી તથા લાકડીઓ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે સુરમાબેન નિનામાએ સુખસર પોલીસમાં મારગાળાના હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...