તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરિકોનો આક્ષેપ:અમને વર્ષોથી રેશનિંગની દુકાનેથી ખાંડ જ આપવામાં આવી નથી

સુખસર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાન ત્રણ જ દિવસ ખુલતી હોવાનો નાગરિકોનો આક્ષેપ

પાડલીયા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો નહીં મળતો હોવાના આક્ષેપ સાથે દુકાનદાર માસમાં માત્ર ત્રણ જ દિવસ દુકાન ખોલતા હોવાનું જણાવી કાર્ડધારકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

કાર્ડધારકોને વર્ષથી આજ દિન સુધી દુકાનદાર દ્વારા ખાંડ આપાઇ નથી. ગયા મહિને દાળ પણ 1 કિલો આપવાને બદલે 500 ગ્રામ જ આપવામાં આવી હતી. કાર્ડધારકોને બિલ પણ આપાતું નથી તેમજ ફિંગર પ્રિન્ટ માટે પણ પૈસા લેવામાં આવે છે અને કુપન પણ આપવામા આવતી નથી. આ મામલે અગાઉ પણ ફતેપુરા તાલુકા મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિત રજુઆત કરી હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ ન હોવાનો બળાપો કાઢવામાં આવ્યો હતો. રેશનકાર્ડ ધારકો માટે આપાતો પુરવઠો કયા જાય છે તેની પણ તપાસની માંગ કાર્ડધારકો દ્વારા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...