તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બલૈયામાં સરકારી પડતર ગૌચર અને જાહેર સ્થળોના દબાણો દૂર કરવા ગ્રામજનોના ધરણાં

સુખસર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ અને તલાટીએ દબાણો દૂર કરવાની બાંહેધરી આપતાં માન્યા : ધરણાંમાં નાના બાળકો પણ જોડાતાં આશ્ચર્ય

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સરકારી જમીનો પર દબાણો કરી દેવાયા છે. જેને દૂર કરવા માટે મામલતદારને રજૂઆત કરી હતી પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી ન કરાતા ગ્રામજનો ધરણા ઉપર પર ઉતર્યા હતા. જેમાં સરપંચ અને તલાટીએ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ આંદોલન સમેટ્યુ હતું.

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સરકારી જમીનોમાં દબાણો કરી દેવાયા છે. સરકારી પડતર, ગોચર, ખરાબાની જમીનો પર છેલ્લા કેટલાય વર્ષોથી દબાણો કરી દેવાયા છે. તેમજ કેટલીક જગ્યાએ રસ્તો બંધ કરી ખેડાણ કરી દેવાયું છે. જે બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલી તકે દબાણો ખુલ્લા કરવા રજૂઆત કરાઇ હતી. બલૈયા મોર પીપળા વાળી જમીન ગામે નવી સરકારી જમીન પર રસ્તો બંધ કરી ખેડાણ કરી દેવાયો હોવાની બાબતે સોમવારના રોજ ગ્રામજનો ધરણા ઉપર પર ઉતર્યા હતા. જેમાં સરપંચ અને તલાટીએ સરકારી નિયમ મુજબ માપણી કરાવી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.

સરપંચ અને તલાટીએ કાર્યવાહીની બાંહેધરી આપી છે
બલૈયામાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે અમોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. છતાં તેઓ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સોમવારે અમો ધરણા ઉપર પર બેઠા હતા. જેમાં તલાટી અને સરપંચે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા અમે આંદોલન સમેટ્યુ હતું. >અજય ડામોર, ગ્રામજન

માપણી બાદ દબાણો હશે તો દૂર કરવામાં આવશે
સરકારી જમીનના સરવે નંબર બદલાઈ ગયા છે જેથી મામલતદારમાંથી યાદી કરાવીને માપણી મંગાવીએ છીએ અને માપણી બાદ દબાણો હશે તો દૂર કરવામાં આવશે હાલમાં ગ્રામજનો ધરણા ઉપર પર ઉતર્યા હતા જેઓને કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ધરણા ઉપર સમેટાઈ છે.> કે આર પંચાલ, તલાટી બલૈયા ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...