ક્રાઈમ:જુગારની રેડમાં પોલીસ પાછળ પડતાં યુવાન કૂવામાં ખાબક્યો

સુખસર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજય વળવાઇ - Divya Bhaskar
અજય વળવાઇ
  • આફવામાં પૂત્ર જુગારમાં પકડાયો હોઇ પિતા જામીન કરાવવાની તૈયારી કરતાં હતા ત્યાં મોતની ખબર મળી
  • લાશ કાઢતી વખતે ટોળું વિફરતાં પોલીસને જગ્યા છોડવી પડી હતી
  • બે સામે જુગારનો ગુનો દાખલ કર્યો

આફવા ગામે રાત્રે કરિયાણાની દુકાન ઉપર બેસીને યુવકો ગંજીફો ચીપી રહ્યા હતાં. આ વખતે જ સુખસર પોલીસના જવાનોએ છાપો માર્યો હતો. ગંજીફો ચીપતાં રાયસિંગ વળવાઇ, મેહુલ ડામોર ઝડપાયા હતા જ્યારે અન્ય યુવકો ફરાર થઇ ગયા હતાં. આ યુવાનો સાથે જુગાર રમતા અને પોલીસ જોઇને ભાગી છુટેલા મુવાડી ફળિયાના 21 વર્ષિય અજયભાઈ રામસિંગભાઈ વળવાઇનો મૃતદેહ સવારે કૂવામાંથી મળ્યો હતો.

અજય જુગાર રમવા ગયો હતો અને પાછો નથી આવ્યો હોવાનું બહેન સેજલે પિતા રામસિંગભાઇને જણાવતા તેઓ જામીન કરાવવા સુખસર જવાની તૈયારી કરતાં ત્યારે અજયના મોતના સમાચાર આવ્યા હતાં. પાછળ પડતાં અજય કૂવામાં પડ્યો હોવાની જાણ હોવા છતાં પોલીસે જાણ નહીં કર્યાની શંકાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લાશ કાઢતી વખતે પોલીસ આફવા પહોંચતાં ત્યાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. 

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મોટો પોલીસ કાફલો આફવા ખડકી દેવાયો હતો. આ પ્રકરણમાં પોલીસે બે યુવકો સામે 700 રૂપિયાના જુગારનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે અજયના મોત અંગે તેના પિતા રામસિંગભાઇની જાહેરાતના આધારે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...