તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:સુખસરમાં 3 માસ અગાઉ બનાવેલા RCC માર્ગના પોપડા ઉખડી ગયા

સુખસર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુખસર ગામના પ્રવેશદ્વારથી મહાદેવજી મંદિર સુધી ભર ઉનાળે ભરાયેલા પાણી. તસવીર લક્ષ્મીકાંત પંચાલ - Divya Bhaskar
સુખસર ગામના પ્રવેશદ્વારથી મહાદેવજી મંદિર સુધી ભર ઉનાળે ભરાયેલા પાણી. તસવીર લક્ષ્મીકાંત પંચાલ
  • ગટર લાઈનના આયોજન વગરની કામગીરીથી પરેશાની

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સુખસર ગામ માં પ્રવેશ દ્વાર પાસે બસ સ્ટેશનથી લઈ મહાદેવજી મંદિર,મેનબજાર થઇ ગ્રામ પંચાયત સુધી ગત ત્રણ માસ અગાઉ આર.સી.સી રસ્તાની લાખો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી છે. પરંતુ બજાર વિસ્તારમાં ઘર વપરાશના તથા વરસાદી પાણીના નિકાલ માટે જે ગટરલાઈન અવગણીને રસ્તાની કામગીરી કરી દેવામાં આવી છે. જેના લીધે ઉપલી બજારથી સ્ટેશન વિસ્તાર બાજુ આવતા ગ્રામજનોના વપરાશના તથા વરસાદી પાણીનો ભરાવો મહાદેવજી મંદિરથી લઇ સ્ટેશન વિસ્તારમાં હાલથી જ પાણીનો ભરાવો થતા રાહદારીઓ તથા વાહનચાલકો સહિત સ્થાનિક દુકાનદારો પરેશાન થઇ ગયા છે.

હાલથી જ આ પરિસ્થિતિ હોય તો આવનારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો આ જગ્યાએ ભરાવો થવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવા પણ સંજોગોનું નિર્માણ થયુ છે. મહાદેવજી મંદિર પાસે પાણીના થતા ભરાવાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ગટર લાઈન બનાવી ખૂબ જ આવશ્યક છે.

નવીન આરસીસી રસ્તો બનાવવામાં આવેલ છે તેની નિયમ મુજબ કામગીરી કરવામાં આવી નથી અને રસ્તાની બંને તરફ પેવર બ્લોક પણ નહીં લગાવાયા હોવાનો ગ્રામજનોમાં ગણગણાટ ચાલી રહ્યો છે.ગટર લાઈન માટે જગ્યા છોડવામાં નહીં આવતાં સમસ્યા સર્જાઇ છે. માત્ર ત્રણ માસ અગાઉ બનાવાયેલા RCC માર્ગના રિપેરીંગ સાથે પાણીના થતા ભરાવાના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની માગ ગ્રામજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...