• Gujarati News
  • National
  • The Body Found At Sukhsar Well In Dahod Revealed The Identity Of A Young Man From Sagdapada

ઓળખાણ:દાહોદના સુખસરના કૂવામાંથી મળેલ લાશ સાગડાપાડાના યુવાનની હોવાની ઓળખ છતી થઇ

સુખસર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાશનો કબજો મેળવવા મૃતક યુવાનના કુટુંબીઓ વડોદરા પહોંચ્યા

સુખસર ખાતેથી ગત બુધવારના રોજ એક અજાણ્યા યુવાનની લાશ કૂવામાંથી મળી આવી હતી. જેની ઓળખ છતી ન થતા લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપી હતી. તપાસમાં મૃતક યુવક સાગડાપાડાનો હોવાનું ખુલ્યુ હતું. પરિવારના સભ્યો લાશનો કબજો લેવા વડોદરા ધસ્યા હતાં.

સુખસર ખાતે ભાવેશભાઈ પંચાલના કૂવામાંથી એક 30થી 32 વર્ષીય યુવાનની લાશ 9 ફેબ્રુઆરી એ મળી આવી હતી. મરનાર યુવાન પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવી ન હતી પરંતુ તેના જમણા હાથે સુકી તથા મહેન્દ્ર નામ કોતરણી કરાવેલ હોય તેના આધારે પરિવારજનોને જાણ થઇ હતી.

પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશના ફોટા તથા તેના કપડા તેમજ તેના હાથ પર લખેલા લખાણનું વર્ણન કરતા મૃતક સાગડાપાડાનો મહેન્દ્રભાઈ ડામોર હોવાનું બહાર આવ્યું હતું. જોકે હાલ મૃતક યુવાનના પરિવારજનો વડોદરા ગયેલ હોય મરણ જનાર યુવાન કયા ગયેલ હતો કે તેનું મોત કયા કારણોસર થયું હશે ? તે બાબત પરિવારજનો દ્વારા જાણવા મળેલ નથી. મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ મોતના 7 દિવસ દિવસમાં સરકારી રાહે નિકાલ કરવાનો હોય છે.

શનિવાર સુધીમાં 7 દિવસ પૂર્ણ થતા હોવા છતાં સુખસર પોલીસની દરમિયાનગીરીથી લાશને એકાદ દિવસ વધુ રાખવા જણાવતા લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખી હતી અને તે દરમિયાન યુવાનની ઓળખ છતી થતાં તેના પરિવારજનો લાશનો કબજો મેળવવા વડોદરા પહોંચ્યા હતાં. રવિવારે લાશના અંતિમ સંસ્કાર કરશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...