તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષો કાપી નાંખી નુકસાન:સુખસરની પ્રા. શાળામાં બગીચાના વૃક્ષો કાપી ખેદાન-મેદાન કરી નાંખ્યા

સુખસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખસર ની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. 25થી 30 જેટલા વૃક્ષો કાપી નાખી બગીચો ખેદાનમેદાન કરી નાખ્યો હતોે.

ફતેપુરા તાલુકાના સુખસરમાં મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળાની રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ એક્સિલન્સમાં પસંદગી કરાઈ છે. રાજ્યભરની આવી શાળાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનાર છે. શાળામાં આચાર્ય શિક્ષકો અને ગ્રામજનોના સહયોગથી બગીચો બનાવવામાં આવ્યો હતો. જેનો બુધવારની બપોરે પાંચ જેટલા યુવકો દ્વારા આવીને બગીચામાં ભારે તોડફોડ મચાવી હતી. ૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આચાર્યને જાણ થતાં જ એસ.એમ.સી.ના અધ્યક્ષ સભ્યો સરપંચ અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. તોડફોડમાં નારિયેળી, પામ,આંબો, કેળ, ચંપો,લીમડો, આમળા, બદામ, આસોપાલવ જેવા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. અગાઉ પણ આ શાળામાં સીસીટીવી કેમેરાની તોડફોડ, ટેબલેટની ચોરી જેવો બનાવો બન્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાય તો શાળામાં નુકસાન કરનારા તત્વો પકડાઈ જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...