અકસ્માત:લખણપુરમા ST બસની ટક્કરે સાત વર્ષની બાળકીનું મોત

સુખસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરાના લખણપુરના કુંડલા ફાટક પાસે એસટી બસે અડફેટે લેતા 7 વર્ષિય બાળકીના માથા ઉપર બસના પૈડા ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ફતેપુરા તાલુકાના લખણપુર ગામના ખાતુભાઈ ચારેલની 7 વર્ષિય પુત્રી ક્રિષ્ના લખણપુર કુંડલા ચોકડી પાસે આવેલી કરિયાણાની દુકાને જતી હતી. તેવા સમયે લુણાવાડાથી દાહોદ જતી લોકલ એસટી બસના ચાલકે પોતાના કબજાની ગાડી ગફલતભરી રીતે હંકારી લાવી ક્રિષ્નાને અડફેટમાં લેતા ક્રિષ્નાનું સ્થળે પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...