તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગાંધીનગરના ધણપના યુવક દ્વારા સુખસરથી સગીરાનું અપહરણ

સુખસર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સગીરાના પિતાની યુવક વિરુદ્ધ ફરિયાદ

ગાંધીનગરના ધણપ ગામે રહેતા માતા-પિતા પાસે જવા માટે સુખસર સ્ટેશને વાહનની રાહ જોઇ ઉભેલી સગીરાને બનાસકાંઠાના ભાભર ગામનો યુવક પોતાનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે સગીરાના પિતાએ યુવક વિરૂદ્ધ સુખસર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની 16 વર્ષ અને ચાર મહિનાની સગીરાને ગાંધીનગરના ધણપ ગામે ખેતર ભાગ રાખી કામ કરતાં તેના માતા-પિતા પાસે જવા માટે તેના કાકા સુખસર સ્ટેશન ઉપર મુકી ગયા હતા. તે દરમિયાન સવારે 11 વાગ્યાના અરસામાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપુર ગામનો દશરત હમીર ઉર્ફે મીલખન ઠાકોર સગીરાનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. પરંતુ મોડે સુધી સગીરા નહી પહોંચતા પિતાએ શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન ભાભર ગામનો દશરત હમીર ઉર્ફે મીલખન ઠાકોર પોતાની પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો