તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હિંગલાના એકના એક દીકરાની હત્યામાં સાગડાપાડાના આરોપીઓની ધરપકડ કરાઇ

સુખસર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે છોકરીના પરિવારના લોકો દ્વારા પ્રેમ પ્રકરણની આશંકામાં સંજય નામક યુવકની હત્યા કરી નાખી હતી. હત્યા કરી દેવાઇ હતી યુવકના પોસ્ટ મોર્ટમ બાદ અંતિમ વિધિ ગામે મૃતદેહ હિંગલા લવાતાં પરિવારના આક્રંદથી વાતાવારણ ગમગીન થઇ ગયું હતું. યુવકની માતાએ મારી કોખ સુની થઈ ગઈ, મારે એક નો એક દિકરો હતો , મારે દિકરો ક્યાંથી લાવવો , એમને ઘડપણ કોણ સારવાર કરશે, મારા એકના એક દિકરાને મારી નાખ્યો હત્યા કરી નાખી તમને ભગવાન ક્યારે માફ નહિ કરે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તેની બહેને આક્રંદ સાથે જણાવ્યુ હતું કે, મારા ભાઈને ગઈ કાલે તો રાખડી બાંધી હતી. રાખી છુટી પણ ન હતી ને તે અમારો સાથ છોડી દીધો અને ક્યાં ચાલી ગયો, ભાઈ હવે હું કોને રાખડી બાંધીશ. મારાં એક ના એક ભાઈને મારી નાખ્યો તેમને કડક માં કડક સજા થવી જોઇએ જ્યારે પિતાએ મારા દિકરા સંજય ને બોલાવી તેને મારી નાખ્યો મારા એકના એક દીકરાની હત્યા કરી નાખી, મને કાંધ કોણ આપશે મારો વંશ વેલો પુરો કરી આપિયો.

મારા દિકરાને મારનાર ત્રણ ને ફાંસી ની સજા થવી જોઇએ તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હત્યામાં સંડોવાયેલા દિનેશ ફુલજી ચરપોટ અને તેના પુત્ર શિવરાજ દિનેશ ચરપોટની દરપકડ કરીને સુખસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...