વરસાદ:બલૈયામાં વરસાદથી કાચું મકાન ધરાશાયી : પરિવારનો બચાવ

સુખસરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલૈયામાં વરસાદથી મકાન તૂટી પડતાં પરિવારજનો ને ખુલ્લામાં રહેવાનો વારો આવ્યો હતો.  - Divya Bhaskar
બલૈયામાં વરસાદથી મકાન તૂટી પડતાં પરિવારજનો ને ખુલ્લામાં રહેવાનો વારો આવ્યો હતો. 
  • બે વર્ષ અગાઉ વરસાદથી મકાનનો એક ભાગ તૂટ્યો હતો
  • 3 વર્ષથી સર્વે કરાવ્યો છતાં આવાસ ન ફાળવાતાં આશ્ચર્ય

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે વરસાદના કારણે એક રહેણાંક મકાન પડી ગયુ હતું. સમયસૂચકતાથી પરિવારનો આબાદ બચાવ થયો હતો ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ સર્વે કરીને તાલુકા કક્ષાએ જાણ કરી હતી ત્રણ વર્ષથી સર્વે કરવામાં આવતો હોવા છતાં આવાસના ફાળવાતા આશ્ચર્ય સર્જાયું હતું. હાલમાં લોકફાળો કરીને મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે દિનેશભાઈ પ્રજાપતિ એક કાચુ મકાનમાં પરિવાર સાથે રહે છે અને માટીકામ નો ધંધો કરી ગુજરાન ચલાવે છે જેઓ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી માટીનું લીંપણ કરેલો કાચું મકાન બનાવીને પરિવાર સાથે રહેતા હતા.હાલમાં પડેલા ભારે વરસાદના કારણે રાત્રિના સમયે મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું જેમાં સમયસૂચકતાને કારણે પરિવારજનો આબાદ બચાવ થયો હતો ત્રણ વર્ષ અગાઉ પણ ભારે વરસાદના કારણે મકાનનો એક ભાગ તૂટી પડ્યો હતો જેમાં વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાયો હતો છેલ્લા ત્રણ વર્ષથી વરસાદમાં મકાન તૂટવાના બનાવો બનતા હોવાથી તાલુકા વહિવટીતંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ પરિવારને આવાસ ફાળવવામાં ના આવતા આશ્ચર્ય સર્જાયું હતું. હાલમાં પરિવાર ખુલ્લામાં જ રહેતો હોવાથી સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા લોકફાળો કરીને મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હતી.

આવાસ યોજનાનો લાભ મળતો નથી
વરસાદથી રાત્રિના સમયે મકાન આખું પડી ગયું હતું.પડવાની જાણ થતાં જ અમો બહાર નીકળી જતા કોઇ ઇજા થઇ ન હતી પરંતુ સામાનને નુકસાન થયું હતું.ગ્રામ પંચાયતમાં જાણ કરતાં સરપંચ અને તલાટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી મકાન પડવાની ઘટનાઓ બને છે સર્વે પણ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી અમોને આવાસ યોજનાનો લાભ મળતો નથી.હાલમાં લોકફાળો કરીને મકાનનું કામ ચાલુ કર્યું છે. >દિનેશભાઈ પ્રજાપતિ, પરિવારજન

તાલુકા કક્ષાએથી મંજૂરી આવી નથી
અમોએ સર્વે કરીને તાલુકા કક્ષાએ અહેવાલ રજૂ કર્યો છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ નામ મોકલ્યું છે તાલુકા કક્ષાએથી મંજૂરી આવી નથી. >કૌશિકાબેન પંચાલ, તલાટી કમ મંત્રી બલૈયા

અન્ય સમાચારો પણ છે...