તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ફતેપુરા તા.ના કંકાસિયામાં ઓછું અનાજ મળતાં ગ્રામજનોનો હોબાળો

સુખસર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉન ઉપર કટ્ટા ખોલીને બે-બે ત્રણ-ત્રણ કિલો ઘઉં કાઢીને ફરીથી સીલ કરાતા હોવાનો આક્ષેપ
  • 98 દુકાનો છે, કોઇને ઓછો જથ્થો અપાતો નથી: ગોડાઉન મેનેજર
  • ગ્રામજનોને સ્પષ્ટતા કરતો સંચાલક વીડિયોમાં કેદ થયો

ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનનો સંચાલક ઓછો જથ્થો આપતો હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. આ વખતે ગોડાઉનમાંથી અનાજ કાઢી લઇને કટ્ટા ફરીથી સીલ કરી દેવાતી હોવાનો લોકોને જવાબ આપતો સંચાલકનો વિડિયો જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ઓછુ અનાજ અપાતુ ન હોવાની ગોડાઉન મેનેજરે સ્પષ્ટતા કરી હતી. ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામની સરકારી સસ્તા અનાજની દુકાન સંગીતાબેન અગ્રવાલના નામે ચાલે છે. સુમિત અગ્રવાલ નામક યુવકે ગુરુવારે નિયત સમયે દુકાન ખોલી હતી પરંતુ પુરતુ અનાજ ન મળતુ હોવાને કારણે ગ્રામજનો ભેગા થઇને દુકાને ધસી ગયા હતાં.

ઓછુ અનાજ મળે છે અને કુપન પણ આપતો નથી તે આક્ષેપો સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે ગ્રામજનોને સ્પષ્ટતા કરતાં સુમિતભાઇએ અમને મુખ્ય ગોડાઉન ઉપરથી જ પુરો જથ્થો આપવામાં આવતો નથી. ગોડાઉન ઉપર બે-બે ત્રણ,-ત્રણ કિલો ઘઉં કાઢીને કટ્ટા ફરીથી સીલ કરી દેવામાં આવે છે તેવી સ્પષ્ટતા કરી હતી.

આ ગંભીર આક્ષેપ મામલે ગોડાઉન મેનેજર પંકજ કલાસ્વાએ જણાવ્યુ હતું કે, ફતેપુરા તાલુકામાં સસ્તા અનાજની 98 દુકાનો છે. તેમાં કોઇ દુકાનદારને ઓછુ અનાજ કે જથ્થો આપવામાં આવતો નથી. અમે પુરેપુરો જથ્થો આપીએ છીએ. ગ્રામજનો દ્વારા પ્રિન્ટ નથી અપાતી, ભાવપત્રક , દુકાનનું બોર્ડ કે સેમ્પલ પણ રાખવામાં આવતુ નથી તેવા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. હોબાળા બાદ સંચાલક દુકાન બંધ કરીને રવાના થઇ ગયો હતો. ગોડાઉન ઉપર અનાજ કાઢી લેવાની સંચાલકની સ્પષ્ટતાએ ખળભળાટ મચાવ્યો છે ત્યારે આ બાબતે તલસ્પર્શી તપાસ જરૂરી બની છે.

ગ્રામજનોને પૂરેપૂરું અનાજ મળવંુ જોઇએ
આ દુકાન ઉપરથી ગ્રામજનોને પુરેપુરુ અનાજ મળતુ નથી. ગોડાઉન ઉપર જ અનાજ કાઢી લેવામાં આવે છે તેવું સંચાલક જણાવે છે પણ તેમાં અમારી શું ભૂલ. અમને પુરતા અનાજના જથ્થા સાથે કમ્પ્યુરાઇઝ્ડ પ્રિન્ટ પણ મળવી જોઇએ.>ધનજીભાઇ બામણિયા, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...