તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:બલૈયામાં કોરોનાને નાથવા સ્વૈચ્છિક લોકડાઉન માટે ગ્રામ પંચાયતનું ફરમાન

સુખસર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિયમનો અનાદર કરનાર વેપારીને 1000 રૂ.નો દંડ ફટકારવાનો નિર્ણય

ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા તાલુકા જિલ્લા વહીવટી તંત્ર પણ આ રોગચાળાને રોકવા ખડે પગે કામગીરી કરી રહ્યું છે. ત્યારે બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી 6 દિવસ માટે સવારના 7થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

બલૈયા ગ્રામ પંચાયત ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં નિર્ણય લેવાયો હતો કે 3થી 8 એપ્રિલ 2021 સુધી સ્વૈચ્છિકપણે પોતાના ધંધા-રોજગાર સવારના 7થી 10 વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરાયું હતું. જેને લોકોએ પણ આવકાર આપ્યો હતો.

જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવાયેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેની પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલ કરાશે. બલૈયામાં અગાઉ કોરોનાથી મોતને ભેટવાના બનાવ બની ચૂક્યા છે. હાલમાં પણ અહીં કોરોના છે. આથી જ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો