તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો વંચિત:ફતેપુરાની આંગણવાડી કેન્દ્રોમાં લાખોના ઘઉં અને તેલનો જથ્થો ફળવાયો પણ બાળકો લાભથી વંચિત

સુખસર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 297 આંગણવાડીમાં મે મહિનામાં 1315 કટ્ટા ઘઉં તથા 2312 ડબ્બા ખાદ્ય તેલ ફળવાયું

ફતેપુરા તાલુકામાં કુલ 297 આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જેમાં ઘટક-1 માં 133 તથા ઘટક 2માં 164 આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે જે પૈકી ઘટક-1માં 34,જ્યારે ઘટક-2માં 34 મળી 68 જેટલા આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે. ગત મે માસમાં આંગણવાડી કેન્દ્રોમાં ઘઉં તથા ખાદ્ય તેલની ફાળવણી કરવામાં આવી છે. તેમાં ઘટક-1ની 133 આંગણવાડી કેન્દ્રમાં 50 કિલોના 631 કટ્ટા ઘઉં તથા ખાદ્ય તેલના 15 લિટરના 1159 ડબ્બા ફાળવવામાં આવ્યા છે. જ્યારે ઘટક-2માં 50 કિલોના 684 કટ્ટા ઘઉં અને 15 લિટર ખાદ્યતેલના 1153 ડબ્બા ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આમ ફતેપુરા તાલુકામાં ગત મે મહિના માટે ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં 1315 કટ્ટા ઘઉં તથા 2312 ડબ્બા ખાદ્ય તેલના ફાળવવામાં આવ્યા છે. જેમાં ફાળવેલ ઘઉંની સરેરાશ કિંમત રૂપિયા-19,72,500 જ્યારે ખાદ્ય તેલની કિંમત રૂપિયા-57,80,000 કુલ મળી ફતેપુરા તાલુકામાં મે મહિના દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ફાળવવામાં આવેલ ઘઉં તથા ખાદ્ય તેલના રૂપિયા-77,52,500નો સ્ટોક ફાળવવામાં આવ્યો છે. આ સ્ટોક તમામ આંગણવાડી કેન્દ્રોએ મેળવી પણ લીધેલ છે.

તેમ છતાં કેટલીક આંગણવાડીઓને બાદ કરતાં મોટાભાગના કેન્દ્રોના બાળકો સુધી આ લાભ પહોંચ્યો જ ન હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. લોકડાઉન સમયથી બાળકોને ફળફળાદી વિતરણ બંધ કરાયું છે. અત્યારે સુખડીનું વિતરણ થાય છે. સુખડી માટે ગોળ અને સિંગદાણા સ્થાનિક વેપારી પાસેથી ખરીદ કરવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી બહેનોને ટી.એચ.આરના પેકેટનું દર મહિને વિતરણ કરવામાં આવતું હોવાનું ફતેપુરા સી.ડી.પી.ઓ કચેરીના જવાબદારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...