તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ધાણીખુંટમાં લક્ઝરી બસના ચાલકે રાહદારીને કચડતાં મોત

સુખસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની સાઈડમાં વાતો કરતા મહિલા સહિત પુરુષને અડફેટે લીધા

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા પુરુષનુ ઘટના સ્થળે જ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બપોરના ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામે એક લક્ઝરી બસના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડમાં ઊભા રહેલા એક મહિલા સહિત પુરુષને અડફેટમાં લીધા હતા. તેમાં પૂરપાટ દોડી આવેલી લક્ઝરી બસના પૈડા ઘાણીખુટ ગામના રાહુલભાઈ વાદી ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ લક્ઝરી ચાલક પોતાના કબજાના વાહનને સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.

જ્યારે આસપાસથી દોડી આવેલા રોષે ભરાયેલા લોકોએ લક્ઝરીની તોડફોડ કરી હતી. સુખસર પોલીસને જાણ થતા લક્ઝરીનો કબજો પોલીસે મેળવી બનાવ સંબંધે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...