તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ઇજા

સુખસરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થયો

સુખસરના પ્રજાપતિ ફળિયામાં એક મોટરસાયકલ ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી કંથાગરના એક રાહદારીને અડફેટમાં લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ સંતરામપુર રીફર કર્યો હતો.

ફતેપુરા તાલુકાના કંથાગર ગામના દિલીપભાઈ કે. બારીયા આજરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં ઘર સામાન લેવા માટે સુખસરમાં આવ્યા હતા. જેઓ પ્રજાપતિ ફળિયાથી આસપુર ચોકડી બાજુ જઈ રહ્યા હતા. તેવા સમયે મોટરસાયકલ નંબર જીજે-20-એએન-4025.ના ચાલકે પૂરપાટ હંકારી લાવી દિલીપભાઈને અડફેટે લઇ અકસ્માત કરતા ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જ્યારે મોટરસાયકલ ચાલક બનાવના સ્થળે મોટરસાઈકલ મૂકી ફરાર થઈ ગયો હતો. મોટરસાયકલ સુખસર પોલીસે કબજે લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો