ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રવિવારના રોજ લખણપુર તથા ઘાણીખુંટના યુવાનો વચ્ચે ગત જિલ્લા પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવાની અદાવતે મારામારી થઇ હતી. સુખસર સહિત આસપાસના વિસ્તારમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. બંને પક્ષે સામસામે ફરીયાદો આપતા બંને પક્ષના 5 આરોપીઓ વિરુદ્ધ સુખસર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઘાણીખુટ ગામના સુનિલભાઈ રમેશભાઈ મકવાણા રવિવારના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર બજારમાંથી કરીયાણાનો સામાન લઈ ઘાણીખુંટ જવા નીકળ્યા હતા. તેવા સમયે લખણપુર ગામના સંદીપભાઈ મિનેષ ભાઈ તાવિયાડ, દિગ્વિજયસિંહ બાબુભાઈ ચારેલ તથા ઘાટાવાડાના મયંકભાઈ છગનભાઈ મછારે સુનિલભાઈ મકવાણાની મોટર સાયકલ ઉભી રખાવી હતી. સંદિપ તાવિયાડે ગાળો આપી તમે ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમોને મત આપેલ ન હતા, જેથી અમો હારી ગયા છીએ કહી તેના ચંપાભાઈ મકવાણાને જમણી આંખના ઉપરના ભાગે છરી મારી દીધી હતી.
આ સમયે દિગ્વિજય ચારેલે તેના હાથમાંની લોખંડની પાઇપ સંદીપભાઈ મકવાણાને ઇજા કરી હતી. સુનિલભાઈ તથા ચંપાભાઈ જમીન ઉપર પડી જતા સંદીપ ચારેલ, દિગ્વિજય તાવિયાડ તથા મયંક મછારે માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે સંદીપભાઈ મિનેષભાઈ તાવિયાડે પોતાની ફરિયાદ જણાવ્યું હતું કે, અમો સાંજના આઠેક વાગ્યાના અરસામાં અમારા કુટુંબી ભાઈ દિગ્વિજયભાઈ બાબુભાઈ ચારેલ તથા મયંકભાઈ છગનભાઈ મછારનાઓ બુલેટ ગાડી લઇ સુખસર બજારમાં આવવા નીકળ્યા હતાં. તે સમયે સુખસર મારગાળા ચોકડી રસ્તા ઉપર આવતા સુનિલભાઈ રમેશભાઈ મકવાણા તથા ચંપાભાઈ બિજીયાભાઈ મકવાણાએ ઉભા રખાવી ધમકી આપી હતી.
આજે તો તમને છોડવા નથી કહી સુનિલ મકવાણાએ સંદિપ તાવિયાડને થપ્પડ મારી બુલેટને ધક્કો મારી ત્રણેને નીચે પાડી દીધી હતી. દિગ્વિજય છોડાવવા વચ્ચે પડતાં તેને અને મયંકને પણ માર મારી મોતની ધમકી અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.