તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ફતેપુરામાં ખાતરના વધુ ભાવ લેનારી બે સંસ્થાના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા

સુખસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત ખેડૂતોએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી
  • ગ્રાહક ભંડાર સહકારી મંડળી અને એબીસીનું લાઇસન્સ 15 દિવસ રદ

ફતેપુરા તાલુકામાં ચોમાસુ સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. ખેડૂતો દ્વારા બિયારણ ખાતરની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક સરકાર માન્ય સંસ્થાઓ અને એગ્રો સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતર બિયારણની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. જે બાબતે જાગૃત ખેડૂત આગેવાનો દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું. જેની તપાસ બાદ કલેકટરના આદેશથી ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરાના 2 સંસ્થાઓના લાયસન્સ પંદર દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.

ફતેપુરા તાલુકામાં સરકાર માન્ય એગ્રો સંચાલકો, મંડળીઓ, સંસ્થાઓ દ્વારા ખાતર બિયારણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક સંચાલકો મન ફાવે તેમ સરકારના નિયમોની ઐસીતૈસી કરી વધારે ભાવ લઈ ખેડૂતો પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં જાગૃત ખેડૂતો દ્વારા કલેકટરને વેપારીના નામ સાથે આવેદન આપ્યું હતું. જેમાં ગ્રાહક ભંડાર સહકારી મંડળી સલીમ સાઠીયા, એ બી સી ફતેપુરા પ્રવીણ શાહ, કાંતિભાઈ બારીયા, કાલુભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ અગ્રવાલના વેપારીઓ નામોનો સમાવેશ થાય છે.

જેઓ દ્વારા ખાતરના ઊંચા ભાવ લેતાં હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરાઇ હતી.જેમાં કલેકટર દ્વારા તપાસના આદેશ કરાયા હતા. તપાસ દરમિયાન ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરાના ગ્રાહક ભંડાર સહકારી મંડળી સલીમ સાથીયા અને એબીસી ફતેપુરા પ્રવીણ શાહ વધુ ભાવ લેતા હોવાનું ધ્યાને આવતા 15 દિવસ માટે લાયસન્સ રદનો હુકમ કર્યો છે. કલેકટર દ્વારા એગ્રો સંચાલકો અને માન્ય સંસ્થા મંડળીને ખાતર બિયારણનો જથ્થો ખેડૂતોને આપ્યો છે કે કેમ તેનું ક્રોસ ચેકિંગ કરાય તો હજુ પણ વધુ ખાતર કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી નહીં.

અન્ય સમાચારો પણ છે...