તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકો પરેશાન:ફતેપુરા SBIમાં એક કેશિયર, એટીએમ ન હોવાથી હાલાકી

સુખસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોની ભીડ. - Divya Bhaskar
ફતેપુરા નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોની ભીડ.
  • ખાતા ધારકોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો
  • તાલુકા સ્થળ હોવા છતાં પણ રાષ્ટ્રીય બેંકનું એટીએમ નથી

ફતેપુરા નગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોને પોતાના પૈસા ઉપાડવા માટે લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ફતેપુરા સ્ટેટ બેંકમાં લગભગ રૂપિયા 10,000થી ઉપરના ખાતેદારોના ખાતા આવેલા છે. જે ખાતેદારોને લેવડદેવડ કરવા માટે બેંકમાં વારંવાર આવવું પડતું હોય છે.

પરંતુ બેંકમાં એક જ કેશિયર હોવાના કારણે બેંકમાં મોટી મોટી લાઈનો જોવા મળતી હોય છે. એક જ કેશિયર પૈસા આપવા તેમ જ પૈસા લેવાનુ તદુઉપરાંત પાસબુકમાં એન્ટ્રી પાડવાનુ કામ પણ તે જ કેશિયરના ઉપયોગ થતો હોવાના કારણે બેંકના અંદર મોટી મોટી લાઈનોના કારણે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બેંકની અંદર તેમજ બેંકની બહાર લોકોને લાંબા સમય સુધી પૈસા ઉપાડવા તેમજ પૈસા આપવા (ભરવા )માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હોય છે. ત્યારે સ્ટેટ બેંકમાં નવીન સ્ટાફ મૂકાય તેમજ નવા સ્ટાફની નિમણૂક થાય તથા લેવડદેવડ માટે સરળતા થઈ રહે એવી વ્યવસ્થા ઊભી થાય તેવી લોકમાંગ ઉઠી છે. તદુંઉપરાંત સ્ટેટ બેંકનુ મકાન નાનુ હોવાના કારણે અંદર મોટી સંખ્યામાં લોકોનો મેળાવડો થતો હોય છે, જેના કારણે બેંકમાં આવતા લોકોને કોરોના મહામારી ફેલાવવાનો ભય સતાવિ રહ્યો છે.

બેંકમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂત ખાતેદારોના ખાતા આવેલા છે. ત્યારે સરકારી કર્મચારીઓને પૈસા ઉપાડવા માટે કલાકોના કલાકો સુધી બેંકમાં રાહ જોવી પડતી હોય છે. જેના કારણે સરકારી કર્મચારીઓની પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તદુઉપરાંત ફતેપુરા તાલુકા સ્થળ હોવા છતાં પણ ફતેપુરા તાલુકામાં સ્ટેટ બેન્કનું એટીએમ પણ કાર્યરત નથી. તો ફતેપુરા સ્ટેટ બેન્કનું એટીએમ કાર્યરત થાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...