ખેડૂતોની દયનિય સ્થિતિ:કડાણાથી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઇનમાં ભંગાણ

સુખસર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભોજેલામાં પાઇપલાઇનમાં લીકેજ થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા - Divya Bhaskar
ભોજેલામાં પાઇપલાઇનમાં લીકેજ થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા
  • પાઇપલાઇનમાં લીકેજ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું
  • ભોજેલામાં​​​​​​​ ભંગાણ થતાં ઘઉં,ચણા જેવા રવિ પાકોની ખેતીને નુકસાન થતા ખેડૂતો દયનિય સ્થિતિમાં આવ્યા

ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ભોજેલા ગામે આસપાસના રવિ પાકોના ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.આ બાબતે ભોજેલાના સરપંચ દ્વારા લાગતા-વળગતા તંત્રને જાણ કરતા વહી જતા પાણીને બંધ કરવામાં આવેલ છે. પરંતુ જે ખેતીમાં પાણી ફરી વળ્યા છે તેવા રવિ સદંતર નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે.

ફતેપુરા તાલુકાના ભોજેલામાં સવારના કોઈક કારણોસર કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસમાં આવેલા ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ફરી વળ્યા હતા મોટાભાગના ખેતરો તરબોળ થઈ ગયા હતાં. ઘઉં ચણા તથા અન્ય રવિ પાકોમાં આ પાકો ડૂબી જતા પાકો નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો બળાપો કાઢ્યો હતો.

જોકે આ વેડફાઈ ગયેલું પાણી રવિ પાકોના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યું હતું. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો,ખાતર વાવેતર કરી 2 થી 3 પિયત આપ્યા બાદ રવિ સિઝનના પાકો નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની હાલત કફોડી થાય તે સમજી શકાય તેવી બાબત છે.જે ખેડૂતોને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા નુકસાન પહોંચવા પામ્યુ છે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામેલ હોવાનું પણ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...