તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહવાન:સુખસર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયોજક મીટિંગનું આયોજન

સુખસર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા આહવાન

ફતેપુરાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ગામે નાલંદા પબ્લિક સ્કૂલના પટાંગણમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઇ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ,ફતેપુરા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રઘુભાઈ મછાર, દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ઇશ્વરભાઇ પરમાર,સંજેલી તાલુકા પાર્ટી પ્રમુખ ભુરસીંગભાઈ તાવિયાડ, જિલ્લા કો.ઓ અશ્વિનભાઈ પુવાર, જીલ્લા સેવા દળના પ્રમુખ અજીતભાઈ સંગાડા સહિત ફતેપુરા સંજેલી તાલુકાના અનેક મહાનુભાવો મિટિંગમાં હાજર રહ્યા હતા. આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને બહુમતીથી ચૂંટાઇ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...