તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂપાખેડામાં લગ્નમાં આમંત્રણ ન આપતાં પરિવાર ઉપર હુમલો

સુખસર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પરિવારના ત્રણ લોકો ઉપર હુમલો કર્યો

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામમાં 8 જુનના રોજ સાંજના પાંચ સાડા પાંચેક વાગ્યાના અરસામાં ચંપાબેન સવજી કટારા તેમનાં પતિ સવજીભાઇ તથા તેમનાં દિયર મનસુખભાઈ તથા તેમની દેરાણી સારદાબેન ઘરે હતાં. તે વખતે ગામના દિનેશભાઈ પુનાભાઈ સવજીભાઇના ખેતરમાં આવી સવજીભાઇને તારા ભાઇના છોકરાનું લગ્ન કર્યુ હતું. તેમાં તમે લોકોએ મને કેમ આમંત્રણ આપ્યુ નથી કહીને ગાળો બોલી હતી. ગાળોની ના પાડતાં દિનેશે દોરડાના સટાકા માર્યા હતાં.

આ વખતે પત્ની ચંપાબેને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ જમીન ઉપર પાડીને છાતી અને પેટના ભાગે લાતો મારી હતી. આ વખતે દિનેશભાઇનો પૂત્ર પીન્ટુ દોડી આવતાં તેને પણ માર માર્યો હતો. આ સાથે દિનેશ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે સવજીભાઇએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...