ધરપકડ:આજીવન કેદ બાદ ચાર માસથી ફરાર કેદી ખાનપુરના મુવાડાથી ઝડપાયો

સુખસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદથી પેરોલ પર આવ્યા બાદ પરત ગયો ન હતો

દાહોદ જિલ્લાના ખાનપુરના મુવાડાના લુટારુને લટ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. અમદાવાદની જેલમાંથી પેરોલ ઉપર આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. ત્યારે ઘરે આવ્યો હોવાની ગુપ્ત બાતમીના આધારે સુખસર પોલીસે ચાર માસથી ફરાર આ પાકા કામના કેદીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેપુરા તાલુકાના ખાનપુરના મુવાડા ગામના રહેવાસી શૈલેષ પારસિંગ ભાભોરે જેતપુર પોલીસ મથકની હદમાં વર્ષ 2015માં લુંટ સાથે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. શૈલેષને અમદાવાદની સાબરમતી જેલમાં S/ 16117 નંબરના પાકા કામના કેદી તરીકે સજા કાપવા માટે રાખવામાં આવ્યો હતો.

ચાર માસ પહેલા તે પેરોલ ઉપર જેથી બહાર આવ્યો હતો. જોકે, પેરોલ રજા પૂર્ણ થયા બાદ પણ તે જેલમાં પરત ગયો ન હતો. એસ.પી હિતેશ જોયસરની સુચનાના આધારે ડીવાયએસપી બી.વી જાધવના માર્ગદર્શનમાં સીપીઆઇ બી.આર સંગાડાની સુચનાથી સુખસર પીએસઆઇ એન.પી સેલોતે વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી. શૈલેષ ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં તપાસમાં તે ઘરેથી મળી આવતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. શૈલેષને પુન: સાબરમતી જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...