તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોટાનટવામાં અકસ્માતે આગ લાગતાં 3 મકાનો બળીને ખાખ

સુખસર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાના મોટાનટવામાં અકસ્માતે આગ લાગતાં ત્રણ મકાનો બળીને ખાખ થતાં લાખોનું નુકસાન થયું હતું.  - Divya Bhaskar
ફતેપુરાના મોટાનટવામાં અકસ્માતે આગ લાગતાં ત્રણ મકાનો બળીને ખાખ થતાં લાખોનું નુકસાન થયું હતું. 
 • મકાનો સહિત દાગીના, રોકડ, ઘરવખરી બળી જતાં લાખોના નુકસાનનો અંદાજ
 • ઝાલોદથી ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં 3 મકાન બળીને ભસ્મ થઈ ગયા હતા

મોટાનટવા ગામે ગતરાત્રે એક મકાનમાં લાગેલી આગે ત્રણ મકાનોને ઝપેટમાં લેતાં ત્રણે મકાનો સહિત ઘરવખરી સામાન, રોકડ, દાગીના વગેરે બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું..મોટાનટવા ખાતે પગી વીરાભાઇ ખેતીવાડીના મકાનમાં ગતરોજ રાત્રીના અકસ્માતે આગ લાગતા ઘઉ, ચણા,મકાઈ તથા રોકડ રૂા.20000 સહિત મકાન સંપૂર્ણ બળીને ખાખ થયું હતું. જ્યારે તેમની બાજુમાં રહેતા તેમના પુત્ર દિનેશભાઈના મકાનને પણ આગે ઝપેટમાં લેતાં તિજોરી સહિત 70 હજાર રોકડા, દાગીના, ઘરનો તમામ સરસામાન તેમજ અનાજ ઘઉં, મકાઈ પણ આગમાં સ્વાહા થઇ ગયા હતા.

જ્યારે અરવિંદભાઈ નાનજીભાઈના મકાનમાં પણ આગ પ્રસરતા સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રૂા. 1.40 લાખ પણ આગમાં બળી ગયા હતા. ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ બળી ગઇ હતી. આમ, રોકડ, દાગીના, અનાજ, ઘરવખરી સામાન, કપડા તેમજ મકાનના પાટ, જોતરા, બારી-દરવાજા વિગેરે પણ બળી જતા ત્રણ મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મકાનોમાં આગ લાગતા ફાયર ફાઈટરને જાણ કરી હતી. પરંતુ જે દોઢ કલાક બાદ ફાયર ફાઈટર આવ્યું ત્યાં સુધીમાં મકાનો સહિત ઘરવખરી સરસામાન બળીને ખાખ થઇ જવા પામ્યું હોવાનું અને કંઈ બચ્યું ન હોવાનું જાણવા મળે છે.જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો