તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુસાફરના ખિસ્સામાંથી રૂપિયા સેરવતાં 4 ગઠિયાઓ ઝડપાયા

સુખસર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘થેલી પડી ગઇ’ કહી નજર ચૂકવી 19 હજાર કાઢી લીધા હતા
  • ભીલવાડાના ચારે યુવકોને સુખસર પોલીસે જેલમાં ધકેલ્યા

ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના પુંજાભાઈ ફતાભાઈ ડામોર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ખેતીવાડી સંભાળ છે. જેઓ ગુરૂવારના રોજ સંતરામપુર સ્ટેટ બેંકના એટીએમમાંથી તેમના કામ માટે 19 હજાર રૂપિયા ઉપાડી પેન્ટના ખિસ્સામાં મુક્યા હતા. ત્યાર બાદ સવારના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં સંતરામપુર બસ સ્ટેશનમાં આવી લુણાવાડાથી દાહોદ જતી એસ.ટી.બસમાં બેઠા હતા. ત્યાર બાદ તેઓની આગળ પાછળ તેમજ બાજુમાં બેઠેલા ચારેક ઈસમો પણ બલૈયા ક્રોસિંગ આવતા પુંજાભાઈ ડામોરની સાથે ઉતર્યા હતા.

તેવા સમયે ચાર જેટલા ગઠિયાઓએ પુજાભાઈને જણાવેલ કે, તમારી થેલી નીચે પડી ગઈ છે. તેમ જણાવી ધ્યાન બીજે દોરી પુજાભાઈના પેન્ટના ડાબા ખિસ્સામાંથી ૧૯ હજાર રૂપિયા કાઢી લીધા હતા. ત્યાર બાદ ખિસ્સામાં તપાસ કરતા નાણાં નહીં મળી આવતા તેની વાત કંડકટરને કરી હતી. જ્યારે કંડક્ટરે પૂછપરછ કરતા આ ચાર ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. તેવા સમયે બલૈયા ક્રોસિંગ ઉપર સુખસર પોલીસના માણસો હાજર હતા.

તેઓને બોલાવી આ ચાર ઇસમોનું નામ-ઠામ પુછતા તેઓએ નિલેશ મુકેશ સાંસી, મોન્ટી નવીન સાંસી, સત્યપ્રકાશ હરિકિશન સાંસી તથા શ્યામલાલ વિનોદ સાંસી તમામ રહે.દાહોદ ભીલવાડા તળાવ ફળિયાના જણાવ્યું હતું. આ ચાર ઇસમોને સુખસર પોલીસે એકબીજાની મદદગારીથી ચોરી કરી હોવાની બાબતે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...