તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તપાસ કરાઇ રહી છે. જેમાં ફતેપુરા તાલુકાના સુખસરમાં પંચાલ ફળિયા ખાતે બે સગા ભાઈઓ દિવ્યાંગ ગેલોત અને હરપાલ ગેલોત મોબાઈલ મારફતે ઓનલાઇન લુડો કીંગ ગેમ મારફતે જુગાર રમાડતાની બાતમીથી શનિવારની રાત્રે સુખસર પોલીસ સ્ટાફ સહિત એલસીબી પોલીસના હીરેન્દ્રસિંહ સોલંકી, પ્રકાશભાઈ સહિત સ્ટાફે બંને સગા ભાઈઓની ધરપકડ કરી હતી.
બંને ભાઈઓ અલગ અલગ મોબાઈલમાં સોશિયલ મિડિયાના ગ્રુપ બનાવી લુડો કિંગ જુગાર રમાડતા હોવાની પુષ્ટી થઇ હતી. ગ્રુપમાં 95 અને 44 થઈ 139 સભ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેમાં કેટલાક સભ્યો રૂા.5000 અને રૂા.6000ની ગેમ રમાઈ હોવાની પણ પુષ્ટી થઇ હતી. ત્રણ મોબાઇલ મળી રૂપિયા 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ભાઇઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.